STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

હું

હું

1 min
468

કોઈ ગયા નથી સફરે, એ સફર ને હું,

જેની દિશા નથી ડગરે, એ ડગર ને હું,


એકાંતશીલ સાવ હવે મુજ દશા અહીં,

કોઈ રહે નહીં નગરે, એ નગર ને હું,


ન્યારું જગત મને લલચાવે ફરી ફરી,

વસ્યું નથી કદી' નજરે, એ નજર ને હું,


મથ્યો હસાવવા હું વસીને દિલે-દિલે,

હસ્યું નહીં કદી' કદરે, એ કદર ને હું,


'સાગર' મથે દિલે સહુના છાપ પાડવા,

ડૂબ્યું નહીં કદી' અસરે, એ અસર ને હું,


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy