STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Classics Others

3  

Jaya. jani. Talaja."jiya"

Classics Others

માનવતાની દિવાળી

માનવતાની દિવાળી

1 min
50

તમે દિવાળીમાં, દીપ પ્રગટાવો, -જો, 

મારા લાલનાં નામાનો એક પ્રગટાવજો. 

જેણે દીધા દિલ, મા ધરતીનેેે કાજ, - જો, 

કરી યાદ તેની શહાદતને, બિરદાવજો. 

દિવાળીમાં તમે ફટાકડા લાવો જો, 

વેચી અનાથને, આનંદ તમે પામજો.  

મીઠાઈ લાવનાર કોઈ નથી જો.

આવે તમારા ઘરમાં મીઠાઈ જો, 

ભિખારી બાળને ખવડાવીને, 

પછી આપજો,તમારા બાળને જો.

કોઈ અકસ્માતમાં,કોઈ ભૂકંપના જાળમાં,

ગયું હશે,કોઈ પાણીનાં પૂરમાં.

પર્વ પર,પરિવાર તમે તેના થાજો.

થયા હોય,જો ઝગડા પડોશમાં, 

ભાંગ્યા તૂટ્યા હોય,સંબંધ જીવનમાં.

કરી માફ,મન મોટા કરજો.

દિવાળીને શાંતિના રંગથી ભરજો.

પડોશી છે પરમેશ્વર,એ તમે યાદ કરજો.

નવા કપડાં પહેરી, દિવાળીમાં તમેે મ્હાલો, - જો, 

આપ જો પ્રેમથી એક જોડી માવડીને, - જો.

બચતમાં કાઢી,જિંદગી આખી,તમારે કાજ, - જો, 

ઉતારી ઋણ "મા"નું પર્વને ઉજવજો.

દિવાળીનું સાચું મહત્વ જાણી. 

તમે એકતાની, કરજો ઉજાણી.

દિવાળી આમ, જેણે કરી જાણી.

દિવાળી તેણેે, સાચી માણી જાણી.

તમે દિવાળીમાં દીપ પ્રગટાવો, - જો, 

માનવતાનો દીપ તમેે પ્રગટાવજો.

✍️જાની.જયા.તળાજા."જીયા"



Rate this content
Log in

Similar gujarati poem from Classics