શિક્ષણ
શિક્ષણ




પ્રાથમિક શિક્ષણ
ટકે થોડીક ક્ષણ
માહિતી હસ્તાંતર
જ્ઞાન કૌશલ્યનું અંતર,
ઉચ્ચ શિક્ષણ
દિશા ખોલે
ક્ષિતિજ ઉઘડે
જ્ઞાન સમજે કૌશલ્ય વિકસે,
તથ્ય જુવે
તથ્ય સમજે
તથ્ય તપાસે
તથ્ય ચકાસે,
સમસ્યા જટિલ
બારીક સમજ
આખરી અને નિર્ણાયક
સટીક, ટીકાત્મક નોંધ,
સ્વતંત્ર વિચાર
ઉચ્ચ વિચાર
જન કલ્યાણ, સ્વ કલ્યાણ
જ્ઞાન વિકસે,
ટીકા આવકારે
ટીકા સ્વીકારે
જ્ઞાન સુધારે
કૌશલ્ય સુધારે,
જ્ઞાન અજમાવે
કૌશલ્ય અજમાવે
જ્ઞાન વહેંચે
કૌશલ્ય વહેંચે,
ઉચ્ચતમ શિક્ષણ
રોજ સુધરે
સતત વિકસે
અનંત ક્ષિતિજે,
સાચું શિક્ષણ
ઉત્કર્ષ, ન્યાય, સુખાકારી
કેળવણી
જમીન ઉપરે,
શિક્ષણ
સર્વગ્રાહી, ઉપયોગી
ટકાઉ, લચીલું
ગતિશીલ, ઉર્ધ્વ ગતિ,
સાચો શિક્ષક
સવાયો વિદ્યાર્થી
સુખી સમાજ
સાચી સમાજોપયોગી સમજ.