લણણી (છંદ સ્રગ્ધરા)
લણણી (છંદ સ્રગ્ધરા)
લીલી વાડી દીસે છે, નવલ સરીખડી, લહેરાયાં પલ્લવે
ઊભા ચાસે કિસાને, સરસ પવનમાં, ખીલખીલાટ હાસ્યે,
ઠાંસી ઠાંસી ભર્યાં છે, નરમ ગળગળા, બીજ મીઠાં રૂપાળાં
પાને પાને નિસર્યા, રજત જણસનાં, પોટલાં આજ સારાં,
ધીમે ધીમે વહેતો, અનિલ મધુર ને, ડોલતો વાયુ વેગે
પંખીડાં ગાન ગાતાં, કલબલ કરતાં, શોર શાને મચાવે,
હારે લીધાં હસીને, ચપળ કુશળતાં, કામ સાથી સજોડે
સૌએ સાથે મળીને, હર પળ લણણી, એક ડૂંડે કરીને,
ભારે હૈયે દરેકે, કરવત મૂકવા, ડાળ દાંડી વહાલે
ચૂમી રોતાં પછીથી, કુસુમ કરશણી, વાઢવાની ડરેથી,
ખેડૂતે હાથ જોડી, મખમલ સરખાં, રાતડા દાણ લીધાં
ભીની આંખો લઈ, નયન નિખરતાં, ઘેર આવી હસીને,
લીલી વાડી દીસે છે, નવલ સરીખડી, લહેરાયાં પલ્લવે
સૂકી ભાસે હણાયાં, વગર મફતનાં, આજ ડૂંડા સહેજે.
