STORYMIRROR

દીપક પુરી"દર્દેદિલ"

Classics

3  

દીપક પુરી"દર્દેદિલ"

Classics

ગઝલ - કહે છે

ગઝલ - કહે છે

1 min
68


તમારા હૃદયની જુબાની કહે છે,

ચહેરો તમારો કહાની કહે છે.


ન સમજો રમત શબ્દની ફક્ત એને,

ગઝલને ખુદાની બયાની કહે છે.


દિમાગી જમાનો દિલોને શું સમજે,

દિવાના જે વાતો રુહાની કહે છે.


તમારી નજરમાં ગજબની ખુમારી,

નશીલા નયનની નિશાની કહે છે.


આ ખુશનુમા મોસમ બની છે ગજબની,

 નજરથી એ વાતો વફાની કહે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics