STORYMIRROR

દીપક પુરી"દર્દેદિલ"

Classics

4  

દીપક પુરી"દર્દેદિલ"

Classics

આદરી છે

આદરી છે

1 min
377

અમસ્તી નથી એ નક્કર આદરી છે,

શબદની અમે તો સફર આદરી છે,


અભાવના પ્રભાવમાં આવી ગયા છીએ,

ખર્ચમાં અમોએ કરકસર આદરી છે,


ઇરાદા છે મક્કમ કે પહોંચી જવાના,

મંઝિલ પર અમે તો નજર આદરી છે,


દીવા બળે કે બળે દિલ અમારા,

દિવાળીએ ઘરમાં ફિકર આદરી છે,


શ્રોતા કહે કે ઈર્શાદ દુબારા દુબારા,

"દર્દેદિલ" ક્યાં એવી અસર આદરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics