કોરોના
કોરોના
1 min
24
બસ, ચાર દિવસનો સિતારો છે કોરોના,
સમય ક્યાં એકધારો છે કોરોના.
સમજી વિચારીને ચાલીએ આપણે,
તો ઊભી પૂંછડીએ ભાગનારો છે
કોરોના.
સંયમ અને શિસ્તથી જો આપણે વર્તીએ,
ખુદ દોડી-હાફી જનારો છે કોરોના.
વખત જતાં નરમ પડશે,
ધીરે ધીરે ઉતરતો પારો છે કોરોના.
સાવધાની એ સલામતી આપણી 'દર્દે દિલ'
રહો ઘરમાં સમયનો ઈશારો છે કોરોના.
