આર-પાર
આર-પાર

1 min

65
દર્દે ભીતર આરપાર છે,
એટલે ગઝલ ધારદાર છે.
નથી અમસતી શબ્દોની રમત,
કંઈક લાગણીનો આધાર છે.
બારણે બેસી વાટ જુએ છે કોની ?
કોના આગમનનો ઈન્તઝાર છે ?
ધારો તમે એ સ્વરૂપે આવે નજર,
ખુદાને ક્યાં કોઈ આકાર છે.
અમસ્તી વાહવાહી મળે ના 'દર્દે દિલ'
શ્રોતા પણ ઘણા જાણકાર છે.