તું મારા બંને હાથમાં સમાઈ જા
તું મારા બંને હાથમાં સમાઈ જા


ઓય પુસ્તક ! મારા હાથમાં તુંં આવ,
મારે વાર્તા વાંચવી છે, મારા હાથમાં તુંં આવ,
મારાથી ઊડીને દૂર ન જા,
તુંં મારા બંને હાથમાં સમાઈ જા;
દિવસ દરમિયાન ભલે હું વાંચું મોબાઇલમાં,
પણ વિચારું છું હું કે .....
હું ખોવાઈ જાઉં ક્યાંક પુસ્તકોના શહેરમાં,
જ્ઞાન ફેલાયેલું હું સહેજ સમાવી લઉ;
ચલ મારા હાથમાં.....
તને મારી સહેલી બનાવી લઉ;
આમ, ઊડીને દૂર ન જા,
તું મારા બંને હાથમાં સમાઈ જા;
મને ગમે છે તારી અંદરના પાનાં,
પાનાંમાં કરેલા રંગબેરંગી ચિત્રો,
ચિત્રોની નીચે લખાયેલી પંક્તિ,
વાંચીને બની જાય છે એ મારા મનની સ્મૃતિ !
ઓય પુસ્તક ! મારા હાથમાં તો આવ,
મારે વાર્તાઓ વંચાવી ને મજા તો કરાવ,
મારાથી ઊડીને દૂર ન જા,
તું મારા બંને હાથમાં સમાઈ જા.