ભાગમાં
ભાગમાં
શિખરો સર કરવાની પ્રેરણા સવાર થઈ
ધ્યાન કેન્દ્રિત પથ્થરો પર રહ્યું,
કાંકરીની અડચણ આવી ગઈ મારા ભાગમાં.
વહેતા વહેણમાં વહી રહેલા દિવસ-રાતની
ઘટમાળને વાંચી શકવાની વેળા ના આવી
તારીખનાં પાના ફાડવાનાં આવ્યા છે મારા ભાગમાં.
મનના કમાડો વાસી દીધાં'તાં અક્બંધ
બારીઓ પણ રાખી'તી સજ્જડ બંધ
તિરાડો ખુલ્લી થઈ ગઈ છે મારા ભાગમાં.
સોબત તેવી અસર સાચી ઠરી
મંથરા કેરી વાતને હૃદયમાં ધરી
કોપભવન છે કૈકેયી તારા ભાગમાં.
શ્વાસના ઘોડાઓને રથ સાથે જોડયા
હંકારવા હૃદયને સારથી બનાવ્યું
જિંદગી, યુદ્ધ લડવાનું છે તારા ભાગમાં.
