ભેદ ગીતાનો
ભેદ ગીતાનો
1 min
13.7K
પ્રેમ કરી હૈયાને જોડી જોજો,
અંધ થઈ રસ્તા પર દોડી જોજો.
આત્માથી પરમાત્માનો પથ એક જ,
મનથી ખાલી હુંને છોડી જોજો.
ભેદ ગીતાનો દોસ્ત સમજવા,
માયા, મમતા, તૃષ્ણા તોડી જોજો.
સપના તૂટવાનું દર્દ ન રહેશે,
યાદોના દરપણને ફોડી જોજો.
દુ:ખ આવે તો ના ગભરાશો 'જલ',
હાલક ડોલક થાતી હોડી જોજો.
