STORYMIRROR

Bhaliya Ghanshayam

Romance Others

4  

Bhaliya Ghanshayam

Romance Others

મશહૂર થવું પડે, કાં ચકચૂર થવું

મશહૂર થવું પડે, કાં ચકચૂર થવું

1 min
184

એક પુરાવો આફત લાવવા ઓછો ન પડે...,

ગીફ્ટ, ફોટા ને પત્રો, છૂપાવીને મૂકવા પડે...!


લાગણીના વંટોળનાં, વલયને ઢાંકવા પડે...,

કોઈ જુએ તો નયનો, ઝૂકાવી રાખવા પડે...!


ઘણીય ગુપ્ત કસોટી, એવીય આપવી પડે...,

નિંદર ન આવે ને, આંખો બંધ રાખવી પડે...!


કેટલા ઘાવ પડ્યા ચંદ્ર પર કોને ખબર પડે...?

ઝખમ છૂપાવવા ખોટા ડાઘ લગાવવા પડે...!


એ મિલન જીવનમાં કેટલું યાદગાર બને...,

જેમને મળવા ઘરે બહાના બતાવવા પડે...!


કહે 'ઘનશ્યામ' પ્રેમમાં, બે વિકલ્પ મળે...,

કાં મશહૂર થવું પડે, કાં ચકચૂર થવું પડે...!


Rate this content
Log in

Similar gujarati poem from Romance