STORYMIRROR

natwar tank

Inspirational

4  

natwar tank

Inspirational

ગઝલ - દેજો

ગઝલ - દેજો

1 min
78

ઊભો જે ના પગભર રે'તો,

ટેકો એ ને દોડી દેજો.


સધિયારો દુખિયાને ગમશે,

ધરપત એને થોડી દેજો.


સાંધે એક તો તૂટે તેર,

એના તારને જોડી દેજો.


તરણું પણ છે જીવનદાતા,

ડૂબે એને હોડી દેજો.


ચમકે છે જે ક્ષણભર માટે,

દેખાદેખી છોડી દેજો.


માણસ છો તો માણસ રે'જો,

મ્હોરાં સઘળાં તોડી દેજો.


સંસ્કૃતિથી શોભે જીવન,

ધરમ ધજાઓ ખોડી દેજો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational