STORYMIRROR

Namrata Amin

Romance Tragedy

3  

Namrata Amin

Romance Tragedy

તારો ચહેરો...

તારો ચહેરો...

1 min
26.5K


ભલે જાય તું દૂર મારાથી,

તને મનમાં કે સજા મને થશે?

પણ ભૂલે છે સનમ તું એક વાત,

તડપીશ તું પણ, નહીં માત્ર હું જ આખી રાત,

હવે પૂછીશ ના કે "કેવી રીતે?"

તને ક્યાં ક્યાં નહીં કરું યાદ?


દૂર પ્યાસી ધરાને ચુમવા નમતા પેલા

આસમાનના ખૂણે ચમકતો તારો ચહેરો,

માસુમ કળીને ખીલવવા, અકળાવવા,

અચાનક વરસતા વરસાદમાં શરારતી તારો ચહેરો,

મીટ માંડીને બેઠેલી ચકોરી સામે જોઇને મદહોશ કરતા

ચન્દ્રમાં મોહક સ્મિત કરતો તારો ચહેરો,

કોઇ સાંજે મારા કપાળ પરની અછુતી અલકલટને

સ્પર્શવા અધિર સમીરમા સ્પષ્ટ થતો તારો ચહેરો,


અને છેલ્લે....,


મારા જ દિલમાં, ને મારા જ વિરહમાં

પરાણે દુઃખી થતો ગમગીન તારો ચહેરો,

કહે સજન કહે, હવે તું જ કહે,

આપી સજા કોણે અને મળી કોને?

તું તો રહેલો છું કાયમ મારામાં જ,

આમ દૂર ગયે જુદા શેં થવાય?


Rate this content
Log in

Similar gujarati poem from Romance