STORYMIRROR

Namrata Amin

Romance Others

3  

Namrata Amin

Romance Others

શાની અધીરાઈ

શાની અધીરાઈ

1 min
13.6K


જરા આવીને એક વાર જો ઓ નિષ્ઠુર સજન,

શું હતી હું, ને શું કરી નાખી તેં મને ?

કેમ મધરાતે અચાનક ઝબકી જાઉ છુ ?

શું સપનામા તું આવીને મને કનડે છે ?


કેટલો સમય થયો આપણને જુદા થયે,

તને તો નહીં હોય યાદ, મારે વર્ષો થઈ ગયા,

નજર મારી પળેપળે દોડી જાય છે રસ્તા પર,

જોકે મને પણ હોય છે ખબર, તે તુ નહીં હોય.


છતા એક જ "એષ",

કે કદાચ...,

કદાચ તુ હોય...

કેમ? કેમ અચાનક જુદાઇ આવી ગઈ આપણી વચ્ચે?


કેવી વ્યર્થ બની રહી છે જીંદગી આ મારી,

કે જીવવામા આમ તો કોઇ ખાસ મજા નથી રહી.

પણ તે તમન્ના સાથે જીંદગીને ગળે લગાવુ છુ,

જીંદગીની કોઇ ક્ષણે તો તુ મને મળીશ જ ને ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance