STORYMIRROR

Kaushik Dave

Drama Others

4  

Kaushik Dave

Drama Others

આકાશી વીજળી

આકાશી વીજળી

1 min
430

ચમકે વીજળી પણ વરસાદ પડે નહીં

કાળા કાળા વાદળો દોડી દોડી જાય,


ધરતી પણ તરસે આકાશી મેઘને

ધરતી પણ સૂકી સૂકી થતી જાય,


ખેડૂતો વિનવે આકાશમાં જુએ 

કોક કોક ઉપવાસ કરતા જાય,


પ્રાર્થના સાંભળીને દુઃખિયાનું સાંભળે

કાળા કાળા વાદળોમાં ગર્જના ગાજે,


જોરદાર વીજળી ચમકે છે વીજળી

ધીરે ધીરે મેહુલિયો જામતો જાય,


વરસાદની હેલીને આકાશે વીજળી

કંઈક ને સાંત્વના આપતા જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama