વાદળી
વાદળી
પહેલ વહેલી આ વાદળી રમવાને નીકળી,
રમવાને નીકળી, ટહેલવાને નીકળી,
વા વાયા ને વંટોળ તેને પજવે રે,
આમતેમ ડોલતી આ વાદળી રમવાને નીકળી,
ગેડીદડો લઈને આભેથી રમતાં રે,
વીજળીના ઝબકારે આ વાદળી રમવાને નીકળી,
ત્યાં તો કાળાં વાદળોની ફોજ આવતી રે,
થઈને ગુલતાન સૌ રમવાને નીકળી,
આંખે નેજવું કરી તાત સૌ વિનવે રે,
ધરતીની તરસ છીપવાને વાદળી રમવાને નીકળી,
પરદેશી પિયુનાં આવવાનાં એંધાણ પારખ્યાં રે,
ઝરમર બની આંખ્યુની બારીએથી વરસી,
કોયલ, મોર, પપિહાનાં મલ્હારનાં સૂરે,
ઘનઘોર બની વાદળી વરસવાને નીકળી,
તરબોળ બની આ ધરતી લજવાણી રે,
"સખી" લાગણીનાં સાગરમાં આંસુની ભીનાશ ભીંજાણી.
