STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Drama Inspirational

ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છું

ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છું

1 min
377

ઓળખ તારી જાતને, તું અમૂલ્ય છે,

તારી ભીતર ઝળહળ થતો સંસાર છે,


બસ ઈશ્વરમાં રાખ અદ્ભૂત આસ્થા,

ઈશ્વરની દયા તો અપરંપાર છે,


તારા શ્વાસમાં ઈશ્વરનો વાસ છે,

તારી સાથે બાંધ્યો ઈશ્વરે અનોખો તાર છે,


તું તો અનોખી શક્તિનો ભંડાર છે,

પાનખરમાં પણ તું લાવી શકે ગુલઝાર છે,


રેતીમાંથી રતન પેદા કરી શકે,

એવો અદ્ભૂત અને દમદાર છે,


ના સમજ તારી જાતને સસ્તો,

તું તો ઈશ્વરનો અદ્ભૂત અણસાર છે,


ભલેને હોય તારી નૈયા મઝધારમાં,

ઈશ્વરનાં હાથમાં તારી નૈયાની પતવાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama