છાક લીલા
છાક લીલા


કા'નાને આ વૃંદાવન બહુ વહાલું લાગે,
ચાલને સખા જઈએ ગાયો ચરાવવાને.
ગોવર્ધન તો ફળ ફૂલથી ભરેલો,
ગાવડીઓ મારી ત્યાં તો નિંરાતે ચરવા લાગે.... ચાલને...
યમુના નદીના કિનારે, કદંબની ડાળે,
સખાઓને આનંદ આપી કાનુડો વાંસડી વગાડે.... ચાલને.....
સખાઓ છાક ખાવાને કા'નાને બોલવે,
આજ તો મઘુમંગલ તારી સામગ્રી ખાયે... ચાલને....
ખાટી છાશમાં તો શું આપું,
એમ મઘુમંગલ બધી છાશ પી જાયે.... ચાલને....
કાનો ઉતાવળથી જરા આવીને પાસે,
છાશને માટે મઘુમંગલના મુખને ચાટે.... ચાલને...
"સખી રેખા" નિહાળીને પ્રભુની આ છાક લીલા,
દિવ્ય અનુભૂતિ આપી પ્રભુએ મઘુમંગલને... ચાલને.