STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

તું ક્યાં ચાલી

તું ક્યાં ચાલી

1 min
407

ઓ મારી રાધિકા રાણી,

ચાલ છે તારી મતવાલી,

ચિત્તડું ચોરીને તું ક્યાં ચાલી ?


નખરાં કરીને તું મુજને સતાવે,

પાંપણ પલકારીને તું મુજને બોલાવે, 

ઇશારા તું ન કર વ્હાલી,

તિરછી નજર છે તારી,

ઘાયલ મુજને કરીને ક્યાં ચાલી ?


મોહ લગાડયો તે તારા રૂપનો,

મોર નચાવ્યો તે મારા મનડાનો,

છૂમ છનનન પાયલ તારી,

વાગે છે ન્યારી ન્યારી,

ત્ ત્ થૈ નચાવીને તૂં ક્યાં ચાલી ?


તુજને મળવા હું તડપી રહ્યો છું,

રાત દિવસ તારી વાટ જોઈ રહ્યો છું,

પ્રેમની જ્યોત જગાવનારી,

મિલન કર સંગે મારી,

તરસ્યો રાખીને તું ક્યાં ચાલી ?


મન મંદિરમાં છે મૂરત તારી,

પ્રેમથી દિલમાં રાખું જીંદગી સારી,

આવ રાસ લીલામાં મારી,

"મુરલી" સંગ નૃત્ય કર રાણી,

રાસ અધૂરો છોડી તું ક્યાં ચાલી ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama