Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

purvi patel pk

Drama Romance

4  

purvi patel pk

Drama Romance

ઓ પ્રિયતમા

ઓ પ્રિયતમા

1 min
225


જનારને તો કોણ રોકી શકે, છોડી દે છે કાયા પણ પ્રાણ,

કહીશ નહીં કોઈને તું, આપ્યા'તા જન્મો જન્મના કોલ,

ઓ પ્રિયતમા ! છે વિનંતી, જતાં જતાં આટલું મારું માનતી જજે.


પાનખરમાં ખરતા પાન, કેટલાય કિરણોના વિરમ્યાના સ્થાન,

બેઠા'તા ખૂણે સાવ અડોઅડ, કરી હતી પ્રણય ગોષ્ઠિની કેટલીય વાત,

ઓ પ્રિયતમા ! અગાસીના એ કમાડે તું તાળું વાસતી જજે.


ખોલ્યા હૃદયના દ્વાર, પણ, હવે કોઈ આંગણે ફરકતું નથી,

ક્ષિતિજે સાકાર થતું લાગે સુખ, આ છલકાતી નજરે, 

ઓ પ્રિયતમા ! એ આંખોના અશ્રુબિંદુ તું લૂછતી જજે.


શ્વાસોમાં શ્વાસ ભળતો ને, જાણે શમણાંઓનો સહવાસ,

હંમેશ આલિંગન કરી જ આવકારતા, ઉષ્માભર્યા એ ઉરોજ, 

ઓ પ્રિયતમા ! એ સ્પર્શનો ઉષ્ણ આભાસ તું છોડતી જજે.


હતો જાણે એ તો, આપણા યુગલ જીવનનો લીલો રણવાસ, 

સ્નેહે ભીંજાતા'તાં એકમેકના બાહુપાશમાં થતાં તરબતર, 

ઓ પ્રિયતમા ! પ્રેમમાં તરબોળ થયેલી તું, થોડી નીતરતી જજે.


ભાતીગળ ચૂંદડી જોઈ, પીંજાઈ જતું રૂ સમ કોમળ હૃદય,

તડકે ઊભો રહેલો હું કહું આજે, જા, તને છાંયડો મુબારક,

ઓ પ્રિયતમા ! બસ, તારા આ પાગલ પ્રીતમને હવે ભૂલતી જજે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama