સમજણ અને લાગણી
સમજણ અને લાગણી
લાગણી ભડકે બળતી હતી,
સમજણ ને રૂઝ વળતી હતી,
લાગણીઓ ડૂસકાં લેતી હતી,
ને સમજણ ધ્રૂસકે રડતી હતી,
લાગણી સહજ બુઠ્ઠી થતી હતી,
જ્યાં સમજણને ધાર નીકળતી હતી,
જ્યાં લાગણીને રોજ ઠેસ વાગતી હતી,
ત્યાં સમજણને આશ જાગતી હતી,
જ્યાં લાગણી વહેંચાવવા જાતી હતી,
ત્યાં સમજણ ભીખ માગતી હતી,
જ્યાં લાગણીઓ થીગડાં ટાંકતી હતી,
ત્યાં સમજણ રેંટિયો કાંતતી હતી,
જ્યાં લાગણી નિશ્વાસ નાખતી હતી,
ત્યાં સમજણ વિશ્વાસ રાખતી હતી,
લાગણીની સમજણ ને
સમજણની લાગણી, લાગણી તો લાગણી જ હતી
પણ સમજણ અભાગણી.
