STORYMIRROR

nidhi nihan

Drama Tragedy Others

4  

nidhi nihan

Drama Tragedy Others

દર્દ

દર્દ

1 min
203

કહેવું ઘણું હતું પણ ક્યાં સાંભળવા રોકાયા

ઉતાવળની આગમાં એ સમય જતાં દઝાયા,


રીતરસમથી પર હતી સપનાઓની ઈમારત

હકીકતે જાગીને એક એક ઈંટ સમા ઘવાયા,


ઝેર પીવાની પીડા હો હસતાં મુખે સહી જાત

વિરહના પડ્યાં ઝાપટામાં જીવ આખા તણાયા,


સૂક્કીભટ્ટ પડી છે લાગણીની વહેતી જે સરિતા,

મુઠ્ઠીભર સ્મિત રેલો જોવા આખર શ્વાસે માર્યા,


શું લખ્યું હશે આવનારા પળોમાં ક્યાં ખબર હતી

'સાંજ' છોડીને નિર્દય હૈયે એને અલગ ઘર માંડ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama