અંધકાર અને પ્રકાશ
અંધકાર અને પ્રકાશ
દેખો કેવા કાળા વાદળો ઘેરાય,
આકાશમાં ઘોર અંધારું થાય,
કોઈ અમંગલ આશંકા થાય,
ચારે બાજુ મોતનો માતમ છવાય,
એકબાજુ વાયરસનો ભય છવાય,
યુદ્ધના પણ ભણકારા સંભળાય !
સ્મશાનમાં લોકોના મૃતદેહ ઉભરાય,
કબ્રસ્તાનમાં પણ એવો ભય દેખાય,
રાતના અંધારામાં ઉલ્લુ ને ચામાચીડિયાં જોવાય,
દિવસે મૃતદેહ પર ગીધોની ખેચમ ખેંચી દેખાય,
દેખો કેવા કાળા વાદળો ઘેરાય,
આકાશમાં ઘોર અંધારું થાય,
ભયના ઓથાર હેઠળ જીવતા જીવ,
અંધકારમાં કોઈ પ્રકાશ ના જણાય,
ઈશ્વરને પ્રાર્થના કરીએ આપણે,
આપણા દુઃખોનો સામનો કરીએ,
હિંમત રાખી સહાયતા કરીએ,
એકબીજાને હુંફ આપીએ,
એ અંધકાર પણ દૂર થશે,
દુઃખોમાં પણ પ્રકાશ દેખાશે,
આઓ મિલકર ગાયેગે હમ,
હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ.
