Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nimu Chauhan saanj

Drama Tragedy Others

4  

Nimu Chauhan saanj

Drama Tragedy Others

ઈમારત

ઈમારત

1 min
232


હતી સાવ ગામને છેડે એક સરકારી નિશાળની જર્જરીત થઈ ચૂકેલી ઈમારત,


હતો એક યુગ એ નિશાળનો પણ આવતા અભ્યાસ કરવા નાના-મોટા ભૂલકાઓ ત્યારે,


હતી નવીનકોર નિશાળની એ ઈમારત ત્યારે, આજુબાજુનાં ગામોમાં એક જ તો સરકારી નિશાળ હતી ત્યારે,


હતી મૂકી પ્રથમ ઈંટ ગામના જ એક શિક્ષકે, ઉંમગ ઉલ્લાસ સાથે શરુ કર્યુ હતું ચણતર ત્યારે,


હતાં ભણતા સરકારી નિશાળમાં શાનથી સૌ, શિક્ષકો પણ હતાં જ્ઞાન સંસ્કારથી ભરપૂર ત્યારે,


હતી ના કોઈ લાલસા શિક્ષકોને ધનની, રહેતો એક જ લક્ષ્યાંક વિદ્યાર્થીના અભ્યાસ સિંચનનો ત્યારે,


થઈ ચૂકી છે જાણે સાવ નકામી એ સરકારી નિશાળની ઈમારત, જ્યાં અનેક વિરલાઓએ ઘૂંટયો હશે ભણતરનો પ્રથમ કક્કો ત્યારે,


હતી નહી એ કંઈ ઈંટો સિંમેન્ટના ચણતરની ઈમારત, એતો હતી અનેક વિદ્યાર્થીનાં ઘડતરની સાક્ષી સરકારી નિશાળની ઈમારત,


હશે જાણે રડતી આજે સરકારી નિશાળની એ દીવાલો જાણે, સુમસામ પડ્યું છે આજે આખું પટાંગણ ત્યારે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama