STORYMIRROR

Neha Desai

Drama

4  

Neha Desai

Drama

હોય છે

હોય છે

1 min
162

કેટલીયે લાગણીઓ આમ છૂપાવી હોય છે

દર્પણને મિત્ર માની આંખો વહાવી હોય છે !


સૂનું ભાસે જ્યારે ભીડમાંયે આસપાસ

હૃદયની શૂળ કંટક બની ભોંકાતી હોય છે !


ઊંઘની કિંમત કોઈ આંખોને પૂછો

કેટલીયે રાતો જાગરણમાં વિતાવી હોય છે !


દર્દની વ્યાખ્યા એ વિસ્તારથી વર્ણવશે

દરેક જખમે વાર્તા મજાની હોય છે !


અહેસાસ 'ચાહત'નો હોય છે અવર્ણનીય

જિંદગીની એ અદ્ભુત નિશાની હોય છે !


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Drama