વ્યસનમુક્તિ
વ્યસનમુક્તિ
જીવનમાં કરવું સારૂં કામ, તો કરીએ વ્યસનમુક્તિ અભિયાન,
પીનારા તો પી જાય છે, કેન્સરનો ધુમાડો છોડી જાય છે,
ચેતવણી હોવા છતાં, વ્યસન પાછળ દોડતા થતાં જાય છે,
બસ એક કસ સિગારનો લઈ, આનંદમાં આવી જાય છે,
પોતાના જીવનમાં કેન્સરને આમંત્રણ અપાઈ જાય છે,
ઘડી ભરનો છે આ આનંદ, જીવનમાં પસ્તાવો થઈ જાય છે,
વ્યસનથી થતું કેન્સર, હોસ્પિટલ અને દવાઓમાં અટવાઈ જાય છે,
પોતે તો દુઃખી થાય છે, કુટુંબ પણ પાયમાલ થઈ જાય છે,
જીવનમાં કરવું સારૂં કામ, તો કરીએ વ્યસનમુક્તિ અભિયાન,
તંબાકુ અને સિગારેટ હેલ્થ માટે હાનીકારક છે.
