માના અંકે
માના અંકે
જૂના મારા દોસ્તારોને મળીને બાળપણમાં પાછો ફર્યો,
અતીતને સંગાથે મમળાવીને બાળપણમાં પાછો ફર્યો,
મળ્યા મને જૂના શિક્ષકો જેની પાસે હું પૂર્વે ભણેલોને,
એને ઓળખાવી પાય પડીને બાળપણમાં પાછો ફર્યો,
રમ્યો છુકછુક ગાડી મારા જેવડા વયસ્કોની સાથે હું,
ગિલ્લી દંડા પુનઃ પુનઃ રમીને બાળપણમાં પાછો ફર્યો,
ગયો રામમંદિરે જ્યાં સંધ્યાએ સૌ આરતી કરતા ને,
પ્રસાદ રામમંદિરનો કરે ગ્રહીને બાળપણમાં પાછો ફર્યો,
ના લાધ્યું શૈશવ મને આ સઘળી ક્રિયાઓ કરવામાં,
માના અંકે પોઢી નૈન નિહાળીને બાળપણમાં પાછો ફર્યો,