STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

4  

Kaushik Dave

Drama Inspirational

વાયરસ પર પ્રહાર

વાયરસ પર પ્રહાર

1 min
187

હસતા ખેલતા આનંદ કરતા લોકો પર આવી આફત,

દેશના લોકો પ્રગતિશીલ રહેતા, લોકો પર આવી આફત,


કોણ જાણે કેવીરીતે આવી ગયો નવો વાયરસ,

શરૂથી વિકરાળ બનીને આવ્યો કોરોના વાયરસ,


નવી મુસીબતો ને નવા દુઃખોનો પર્યાય બન્યો વાયરસ,

આ આફત ટાળવા કાજે હથિયાર બન્યું લોક ડાઉન,


હસતા ખેલતા આનંદ કરતા લોકો પર આવી આફત,

દૈશના લોકો પ્રગતિશીલ રહેતા, લોકો પર આવી આફત,


મુખે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, રક્ષણ કાજે હથિયાર,

વારંવાર હાથ ધોવા, ને સેનેટાઈઝનો કરો વપરાશ,


આ મહામારીના નિવારણ માટે, કોઈ ને ના મળે ઉપાય,

કોવિદ ગાઈડ લાઈનનું પાલન જ એક છે ઉપાય,


ચોવીસ કલાક ખડેપગે સેવા કરતા કોરોના વોરિયર્સ,

ડોક્ટર, નર્સ પીપીઈ કીટ પહેરે, કરે દર્દીઓની ટ્રીટમેન્ટ,


પોતાના જાનનું જોખમ કરીને કરતા એ સેવા,

એવા વોરિયર્સ ને કરીએ આપણે સૌ સલામ,


વાયરસ સામે ઓક્સિજન, દવાઓને ઇન્જેક્શન ઉપાય,

ઘેર બેસીને આરામ કરવો, રક્ષણ માટે થવું કોરન્ટાઈન,


ચારે બાજુથી રક્ષણ કાજે વેક્સિન એકમાત્ર વિકલ્પ,

જનજાગૃતિ અભિયાન ને સ્વચ્છતા પણ એક વિકલ્પ,


કોરોના વેક્સિન લેવા સમજાવવા, સરકારનો પ્રચાર,

આ પ્રચારની સફળતા કાજે સ્થાનિક લોકોનો મળે સહકાર,


આપણે બધા સૌ મળીને વાયરસ પર કરીએ પ્રહાર,

આ આફતની ઘડી પણ જશે, સૌ બનશે ખુશહાલ,


હસતા ખેલતા આનંદ કરતા લોકો પર આવી આફત,

દેશના લોકો પ્રગતિશીલ રહેતા, લોકો પર આવી આફત.


Rate this content
Log in

Similar gujarati poem from Drama