નારી તું નારાયણી
નારી તું નારાયણી
નારી તું નારાયણી
જીવનના અંતિમ શ્વાસ સુધી
તું અજોડ છેતું અદ્વિતીય છે
તારા અંગુઠાની છાપ, તારા અવાજનું ઊંડાણ
તારા ચહેરાની કરચલીઓ, તારા અનુભવનો ગ્રાફ
તારા ભૂતકાળના ઉભાર- ઉતાર, તારા રક્તસંબંધો
તારા હૃદયસંબંધો, તારુ માતૃત્વ ને તારું સ્વત્વ
ચળાઈને, ગળાઈને,અસ્તિત્વ ટકાવી રાખવા
મથી રહેતું તારુ, કૃતિત્વ
ક્યારેક અંબા, ક્યારેક અંબાલિકા
તારા ચરિત્રના હર કણમાં દઝાડતું સીતાત્વ
દુ:ખોના પહાડ ચીરતી, અપમાનનું ઝેર પીતી
તારા દરેક આંસુડે છલકાતું મીરાત્વ
લાગણીના શેરડા ને વિરહની વેદના
તારા હ્ર્દયમહલેથી ઉભરાતું રાધાત્વ
હાથેથી હૈયે ને સાથથી સ્મશાને
તારા અંગેઅંગમાંથી છલકાતું રંભાત્વ
એકો અહં નાસ્તિ, ભૂતો ના ભવિષ્યતિ
નારી તું નારાયણી