પરિવર્તન
પરિવર્તન


'ઘર બદલાયાં, ઊંચી ઇમારતો ને મોટા મકાન ચણાયાં,
તે દિ’ લીપણ લીપતાં દીવાલે, પાકાં રંગો હવે મરાયાં.
નાની ઓરડી ભલે પણ ભેળા બેસી ખાતાં ને વાતો કરતાં,
આજ આલીશાન મહેલનાં મોભામાં સંબંધો બંધ બારણે ખોવાયાં.
કુટુંબ-પ્રેમ અને આપસી સ્નેહ વિસરી, કાચા કાને ઘવાયા,
પ્રગતિના પંથેની હરણફાળમાં કોણ જાણે કેટલાં વીખરાયાં !