બસ માનવ બનવું મારે
બસ માનવ બનવું મારે
મારે તો એવા બનવું છે
માગે કોઈ માછલી તો દરિયો ધરવો છે
મારે તો એવા ઉદાર થવું છે
મારે તો એવા બનવું છે
દિન દુઃખિયાના આંસુ લૂછી,
હોઠે સ્મિત ધરવું છે
મારે તો એવા બનવું છે
હોય ડગર કાંટા ભરી
તોયે લોકો ના પથ દર્શક બનવું છે
સ્વર્ગ કે જન્નત તણી કોઈ અપેક્ષા નથી
બસ લોકોના ચહેરા પર ખુશી લાવી શકું
એવું ઈશ્વર પાસેથી સામર્થ્ય મળે
બસ એવું બનવું મારે
કોઈ માગે ફૂલ તો બગીચો ધરવો મારે
ઈશ્વર સુધી પહોંચવા
માનવના હૈયા સુધી પહોચવું મારે
બસ માનવ બનવું મારે
