મિત્રો મળ્યા છે ગજબ
મિત્રો મળ્યા છે ગજબ
આમતો મારે બહુ મિત્રો નથી,
પણ છે એ પણ ગજબ છે;
મિત્ર મળ્યા છે ગજબ છે.
વાત વાતમાં રસ્તો પણ દેખાડે,
અને વાત વાતમાં અવડે પાટે પણ ચઢાવે;
મિત્ર મળ્યા છે ગજબ છે.
આ લોકડાઉન છે
છતાંપણ બોલાવે અહીં આવ:
મિત્ર મળ્યા છે ગજબ છે.
મિત્રોમાં મિત્રતાનો કેવો પ્રેમ છે,
ગમે તેવી પરિસ્થિતિ હોય સાથ રહે;
મિત્ર મળ્યા છે ગજબ છે.
અત્યારે એની યાદ આવે છે,
પણ આ લોકડાઉન નડે છે;
મિત્ર મળ્યા છે ગજબ છે.
ભલે ભાઈબંધમાં,
છેલ્લે બંધ આવે:
પણ એનો ક્યારેય અંત નથી.
