Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arbaaz Mogal

Drama

3  

Arbaaz Mogal

Drama

મળે કે ના મળે

મળે કે ના મળે

1 min
257


જીવનમાં આ પળો મળી છે, તો તમે જીવી લ્યો    

આ ક્ષણો, મળે કે ના મળે,

નયન મળી છે, તો તમે બહાર દ્રષ્ટિ કરી લ્યો      

ફરી આ નયન, મળે કે ના મળે,

દરિયાના પાણી ને કિનારો મળ્યું છે, થોડી પળ રહીજા   

ફરી આ કિનારો, મળે કે ના મળે

તમને મળેલી લાગણીઓને, અહેસાસ કરી લ્યો     

ફરી આ લાગણી, મળે કે ના મળે,

તમારી યાદોને નયનમાં, સમાવી લ્યો    

ફરી આ યાદો, મળે કે ના મળે

તમને મળેલી મિત્રતાની હૂંફ, હૃદયમાં સમાવી લ્યો     

ફરી આ હૂંફ, મળે કે ના મળે,

તમને મળેલી સ્વતંત્રતા, માણી લ્યો     

ફરી આ સ્વતંત્રતા, મળે કે ના મળે

પંખીઓનો કિલકિલાટ મળ્યું છે તો સાંભળી લ્યો   

ફરી આ કિલકિલાટ, મળે કે ના મળે,

જીવન મળ્યું છે, થોડું હસી લ્યો   

ફરી આ મુસ્કાન, મળે કે ના મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama