સાગરને કહું !
સાગરને કહું !
અથાગ સાગરનો કિનારો શું કહે,
માનવી કિનારે પૂછે તું નિરંતર વહે,
વાતો કરે આવતી ઘડી ભર લહેરો,
હૃદયથી લાગે છે કોઈ નાતો ગહેરો,
કાંઠે આતુર ઊભી કોઈ નદી જાણે,
આવી એકાકાર થવા ઉદધીને આણે,
ખળખળ વહેતી મીઠડી એ જલધારા,
સમપર્ણ પ્રેમમાં કીધું, છોને થયા ખારા,
ડૂબી જવું હવે તારા ભીતરના ભોંયરે,
શમણે સાકાર થયેલ આકારમાં ખોયરે.
