સ્વીકાર જે
સ્વીકાર જે
આ જીવન છે ખેલ,
જીતની સાથે હારને પણ તું સ્વીકાર જે.
ક્યારેક મહેરબાન,
તો ક્યારેક કોપાયમાન,
આ સમય ક્યારેય સ્થિર નથી,
બસ આ વાત તું દિલ થી વિચાર જે.
સુખ દુઃખ તો આવન જાવન કરતાં રહેશે,
બસ દુઃખમાં પણ તારી જાતને અડગ રાખ જે.
બસ દેખા દેખીમાં ફક્ત તારા શરીરને નહિ શણગાર તો,
તારા આત્માને પણ સંવાર જે.
ભલે હોય રાહમાં લાખો કંટક,
પણ તોયે તું લોકોની કેડી કંડાર જે.
મોહ માયાના પિંજરમાં કૈદ નહિ થઈ જતો,
બસ ઈશ્વરની આસ્થાના ગગનમાં તું વિહરતો રહેજે.
