STORYMIRROR

Vimal Soneji

Classics Others

3  

Vimal Soneji

Classics Others

યોગ

યોગ

1 min
182

કાના વેણુ મુકીને રથે ચડ્યા 

સૌના જીવન રથ હંકારવા સારથી બન્યા 

ગીતાના ગીત ગાઇને અઢાર યોગ સમજાવ્યા 


શુભારંભ કર્યો વિષાદ યોગથી 

જન્મ પામી ધરતી પર અવતરણ કરી

ચૈતન્યથી વિયોગ સર્જી વિષાદ યોગ સરજાયો 

ભણતર ને પરણતરને કારણે માવિત્રથી વિયોગ


ને સરજાયો વિષાદ યોગ છતા એ સિવાય 

ક્રુપા તમારી કે જીવનમાં કોઇ વિષાદ નથી પણ 

વિષાદયોગથી પીડાતા લોકોનો વિષાદ દુર કરવા

હાસ્ય યોગનો સાથ સચવાયો


સાંખ્ય યોગ

હાસ્ય યોગ થકી વિષાદયોગ દુર કરી કર્મયોગ 

અપનાવ્યો, કર્મની રીત જાણી 

સ્થિર બુધ્ધી લક્ષ્ય પર ધ્યાન ધરી 

કર્મ એજ પુજા, નિષ્કામ કર્મ એ જ 

જીવન મંત્ર 


પ્રેમયોગ થકી 

જીવન વ્યવહારનું જ્ઞાન 

બાળ ઉછેરનું જ્ઞાન 

આર્થિક ઉત્પાદનનું જ્ઞાન 

આત્મ પરમાત્માનું જ્ઞાન 

વિધ્યા અવિદ્યાનું જ્ઞાન 

એ સર્વ જાણવું માણવું પામવું 


વિભુતિ યોગ પુરુષોત્તમ યોગ

જીવનમાં સારા વાંચનથી પ્રાપ્ત એ યોગ

ઘણા ગુણીજનો સંતોથી પ્રાપ્ત એ યોગ


ત્યારે પ્રાપ્ત જીવન સિધ્ધી યોગ

જીવન સંધ્યાએ સંગીતયોગ 

પરમ આનંદ યોગ 

જવાબદારી મુક્તિ યોગ 


યોગઆસન પ્રાણાયામ થકી

તનમન આત્મન સ્વસ્થ

સ્વમાં સ્વસ્ત અસ્ત પરયંત


પ્રેમ સ્વરૂપ શાંતિ સ્વરૂપ આનંદ સ્વરૂપ 

પરમ તત્વમાં સંગીતના સુર તાલે તલ્લીન 

એ જ રાજયોગ 


Rate this content
Log in

Similar gujarati poem from Classics