એક સપનું દીઠું
એક સપનું દીઠું
એક સપનું આજ સુંદર દીઠું
સ્વર્ગ સમું એેક દ્રશ્ય દીઠું.
વૃંદાવનની કૂંજગલીઓમાંં
આજ એક શ્યામ દીઠું.
શરદપૂનંમની સુંદર રાત ને
રાધા સંગ એક રાસ દીઠું !
અખંડ બ્રહમાંડમાં એક જ નાદ,
રાધા- કૃષ્ણ, કૃષ્ણ- રાધા મેં દીઠું.
એક સપનું આજ સુંદર દીઠું,
સ્વર્ગ સમું એક દ્રશ્ય દીઠું.
