STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

મનની આંખો.

મનની આંખો.

1 min
222

મનની આંખ ખોલી મે તો,

બહાર જોયું ખુશીઓનું અનંત આકાશ,

દૃષ્ટિ મારી વિશાળ બની ગાઈ,

નફરત ઈર્ષ્યા અદે ખાઈ થઇ ગયા અલોપ.


પ્રેમ સહકાર સંપ મદદનું થયું આગમન,

દુઃખોની પાનખરે લીધી વિદાય,

સુખોની વસંતનું થયું આગમન,

જીવન લાગે ન્યારું હવે,

જીવન લાગે પ્યારું હવે.


સ્વજનનીઅધૂરપમાં પણ મધુરપ લાગે,

બની જો દૃષ્ટિ વિશાળ,

ચાંદમાં ક્યાંય ડાઘ નથી,

ફૂલ માં ક્યાંય કાંટા નથી.


જીવનમાં દુઃખમાં પણ સુખ છે,

ઉદાસીમાં પણ ખુશી છે,

હતાશામાં પણ હસી છે,

ગમમાં પણ આનંદની લહેરખી છે.


વિશાળ દૃષ્ટિનો સૂરજ ઊગ્યો જોને,

ગેરસમજનો અંધકાર થયો દૂર,

મનની આંખો ખોલી મે,

બહાર છે ખુશીઓનું અનંત આકાશ.


સુવિચારોના પંખીઓ કરે ઊડાઊડ,

મનની કોયલ કરે ટહુકો,

મોર બની થનગનાટ કરે,

મનની આંખો ખોલી મે,

બહાર જોયું ખુશીઓનું અનોખું આકાશ,

ભીતર પડેલા દુર્ગુણો થઈ ગયા અલોપ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics