હળવાશ ..(ગઝલ)
હળવાશ ..(ગઝલ)
ઘણા દિવસો પછી હળવાશ લાગે,
નયનથી તો આજે તે નરમાશ લાગે,
મખમલી નજરના નશીલા છે જામ,
નજરમા તે કામણની અજમાશ લાગે,
ઈચ્છાઓ બની છે તરસતા વિસામે,
મૃગજળે તૃષ્ણાને તો રણવાસ લાગે,
જરા ભ્રમરો ને ઉંચકી ત્યાં તમે ક્યો?
શરારત અમારી તે બદમાશ લાગે,
કલમમાં શબદ ક્યાંય જડતા નથીને,
ધરાઈ ગઈ ક્યાંક ઉપવાસ લાગે,
સનમના અવાજે મહેંકે છે પ્રાંગણ,
મધુરમ શ્રવણતા તે મીઠાશ લાગે,
તમારી ને મારી કહાણી જૂની છે,
વિચારો કરું ક્યાંક ઈતિહાસ લાગે,
દિવાના બનાવી ગયા છે? 'વિજય'ને,
અંધારાં હતા? ક્યાંક અજવાસ લાગે?