હળવાશ
હળવાશ
ઘણા દીવસ પછી જો હળવાશ લાગે,
નયનથી તો આજે તે નરમાશ લાગે,
મખમલી નજરના નશીલા છે જામ,
નજરમા તે કામણની અજમાશ લાગે,
ઈચ્છાઓ બની છે તરસતા વિસામે,
મૃગજળે તૃષ્ણાને તો રણવાસ લાગે,
જરા ભ્રમરો ને ઉંચકી ત્યાં તમે ક્યો ?
શરારત અમારી તે બદમાશ લાગે,
કલમમા શબદ ક્યાંય જડતા નથીને,
ધરાઈ ગઈ ક્યાંક ઉપવાસ લાગે,
સનમના અવાજે મહેંકે છે પ્રાંગણ,
મધુરમ શ્રવણતા તે મીઠાંસ લાગે,
તમારી ને મારી કહાણી જુની છે,
વિચારો કરું ક્યાંક ઈતિહાસ લાગે,
દિવાના બનાવી ગયા છે? 'વમળ'ને,
અંધારાં હતા? ક્યાંક અજવાસ લાગે ?