છો ખરાં ?
છો ખરાં ?
1 min
83
પ્રિયજન સાથે ઘડીભર પણ રખડ્યાં છો ખરાં !
ને સ્વજન પાસે રહીને પણ ઝગડ્યાં છો ખરાં !
કોડિયું અજવાસ ભીતરમાં ભલે ના આપતું,
પણ તમે ક્યારેય અંતઃમાં ઝળક્યાં છો ખરાં !
દૂરના આકાશમાં તારા ખરી પડતાં રહ્યાં,
એ સિતારા જેમ આવાં પણ રઝળ્યાં છો ખરાં !
છાંયડો વડલાં તણો મીઠો મળ્યો ત્યાં હાશ થઈ,
આ ઉનાળે આપ વડ માફક સમજ્યાં છો ખરા !
શ્હેરનાં મારગ ઘણાં દોડ્યાં હશો હિંમત કરી,
ગામડાંની સીમમાં ક્યારે ભટક્યાં છો ખરા !
હાસ્ય પણ મોફૂક રાખીને ફર્યા કરતાં 'વિજય'
કોઈ મન માલિક સાથે પણ મલક્યાં છો ખરા !