ચુંબન
ચુંબન


શોધી શકે તો શોધ મારા હોઠ ઉપર,
તું ચુમ હોઠોને મધુરતાનો દરિયો થઈ જા,
રાતાચોળ હોઠ ગુલાબી બાગનો ઠઠારો,
તું પતંગીયુ બની સુગંધીત શ્વાસ સુંઘી જા,
મલ્હાર રચાશે જ્યારે હોઠોના વાદળ બંધાશે,
મેઘ મંડાશે તું પ્રણય ભીંજતો વરસાદ થઈ જા,
ઘેલા પ્રેમનો આકાર તું હૃદય જેવો બાંધજે,
ધડકનો જેવો તેજ તું રગે રગમાં રક્ત થઈ જા,
તસતસતો ચુંબનનો તહેવાર,એવો પ્રણય વે'વાર,
પ્રેમ પ્રણાલી જામ 'વિજ' હોઠની પ્યાલી થઈ જા.