જ્યારે પ્રેમ હોય છે
જ્યારે પ્રેમ હોય છે


પ્રેમમા તો ચાહવાનું હોય છે,
રાત આખી જાગવાનું હોય છે,
જોર આપી જિંદગીને પામજો,
એમ જાણી જાણવાનું હોય છે,
શ્વાસને ના રોકતા આ ખેલમાં,
રોજ એમા હારવાનું હોય છે,
આગ આવી પહોંચશે પ્રેમની,
બંધનો એ બાંધવાનું હોય છે,
કાયમી પીડા પડે આ વ્હેણમાં,
દર્દ રાખી સાંખવાનું હોય છે,
ટેરવાથી જે કહે એ સાંભળો,
એમ માની આંબવાનું હોય છે,
લાગણીનાં વ્હેણમાં તો તારજો,
પ્રેમમાં પણ તારવાનું હોય છે,
દીપમાળા થઇ પ્રગટજો આંગણે
એમ ભીતર પ્રગટવાનું હોય છે,
દોડ લાંબી છે 'વિજય' જો પ્રેમની,
તેમ આમાં ભાગવાનું હોય છે.