STORYMIRROR

Neelamkumar (Neel) Budhbhatti

Romance

3  

Neelamkumar (Neel) Budhbhatti

Romance

આ પ્રીતના સંબંધો પણ કેવા હોય

આ પ્રીતના સંબંધો પણ કેવા હોય

1 min
734


આ પ્રીતના સંબંધો પણ કેવા હોય છે

હાલ બન્નેના એમાં જેવા તેવા હોય છે


શબ્દો નીકળે નહીં નૈનોથી વાતો થાય

નખરાં મુહોબ્બતના અવનવા હોય છે


મૃગ શોધે કસ્તુરી તેમ છે શોધ ઝલકની

સપનાઓ પણ ખૂબ નવા નવા હોય છે


અરમાનો બધાં પીગળે બરફની જેમ

આંખોને ઈન્તજાર બે-ઈન્તેહા હોય છે


જ્યાં પાયો પ્રેમનો એકમાત્ર છે ભરોસો

પરિણામો તેમાં જાત જાતના હોય છે


મૌનની પરિભાષામાં પણ હોય ખાલીપો

યાદમાં જેની બસ દર્દો સહેવાના હોય છે


આ પ્રીતના સંબંધો પણ કેવા હોય છે

નિલ નામથી એની હરએક રચના હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance