પ્રિયતમાની રાહ
પ્રિયતમાની રાહ
હું છું તારોને, તુંં છો મારી,
ઓ રૂદિયાની રાણી,
શા માટે તું દૂર ચાલી ?
ઓ પ્રિયતમ વ્હાલી,
મધુર મિલનની વાતો હું,
ન કરીશ કદી વિસારી,
પ્રેમ કેરો રસ પાયો મુજને,
તૃષા છિપાવી મારી,
એવી કેવી તારી મજબૂરી,
કે માનું કમજોરી,
મને ત્યજીને ચાલી ગઈ તું,
ન સમજી પ્રિત મારી,
વિરહ તારો નથી સહેવાતો,
અશ્રુથી નયન ભારી,
શ્વાસે શ્વાસે રટુ છું તુજને,
હૈયે છબી છે તારી,
પરત આવી જા મારી પાસે,
ન કર તું મનમાની,
હ્રદયના આંગણીયે "મૂરલી",
રાહ જોશે તારી.

