ઓ જિંદગી
ઓ જિંદગી
રેતીની જેમ સરકતી, ઓ જિંદગી,
માટીનો હું પિંડ, વળગેલો કેમ નથી ?
કંડારી રાખી તને, સમાતી નથી તું હસ્તમાં
લકિરની રેખાઓ વટાવી ગઈ, સપનાની સીમા,
અરમાનોથી ઊડે આભમાં, સપનાં બાથમાં ભરી,
સપનું તૂટે વાદળમાં, આંસુઓના જળ આંખમાં,
સરી જતી જિંદગીમાં સમય વિતી જાય છે,
રાહ જોવાની મજામાં, ખુશીઓ ચાલી જાય છે,
મનનાં બારણાનાં બંધ અને ઉઘાડમાં, વિચારોની હેલી,
તટસ્થ ધ્યાન અને ધરણા, જિંદગી કેવી ખેલે બાજી ?