STORYMIRROR

Neha Desai

Tragedy Others

3  

Neha Desai

Tragedy Others

પડે છે

પડે છે

1 min
199

આંખોમાં અશ્રુ હોય તોય હસવું પડે છે

સંબંધોને સાચવવાં ક્યારેક નમવું પડે છે !


અનુભવે થાય છે અસલ માણસની પરખ

શુદ્ધ થવાં સુવર્ણએ કેટલું ટીપાવું પડે છે !


સતેજ મન છે નિશાની સ્વસ્થ આરોગ્યની

સુખેથી જીવવા ક્યારેક ઘણું ભૂલવું પડે છે !


ઈચ્છાઓ દબાય છે જવાબદારી તળે

“ચાહત” મનની પૂરી કરવા ક્યારેક આજીવન ઝઝૂમવું પડે છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy