બાવરું મન
બાવરું મન
મનડું મારું થયું બાવરું,
ઓ શ્યામ સુંદર ગિરિધારી.
તને શોધું હું વન ઉપવનમાં,
ક્યાં છૂપાયા વનમાળી......
વર્ષાની એક બુંદને કાજે,
ચાતક પક્ષી તડપે.
તુજને નીરખવા દામિની જેમ,
પાંપણ મારી પલકે............
વાદળોની ગર્જનાની જેમ,
હૈયું મારું ધડકે.
તારા પ્રણયની મધુર યાદોથી,
મનડું મારું મલકે..............
કુહૂ કુહૂ કરતી કોયલની જેમ,
મધુર પ્રેમ ગીત ગાવું.
તને રિઝવવા હરપળ તલસુ,
નયનથી અશ્રુ વહાવું..........
હૈયું મારું વેરાન બન્યું છે,
વ્યાપ્યો વિરહનો શોર,
તને પોકારું કુંજ ગલીમાં,
જાણે ટહુકયો મોર............
ન તડપાવીશ હવે તું મુજને,
પ્રગટ થા પિતાંબરધારી,
રાસ લીલામાં નચાવ મુજને,
ઓ "મુરલી" ધારી..

