સૂકા હૈયામાં લીલીછમ યાદો
સૂકા હૈયામાં લીલીછમ યાદો
જોઈ આ બગીચાની હેલી,
યાદ આવી ગઈ મારી બેની,
તારા વગર સાવ સૂની હૈયાની ડેલી,
તે તો અમારી માયા સાવ મેલી,
તું તો ઈશ્વર ને દરબાર ચાલી,
ફૂલડાં રહી ગયા ને જતા રહ્યા માળી,
તારા વગર હૈયા સૂના,ને સૂના ઘરબાર,
તારા વગર કોણ સજાવશે અમારા દિલનો બાગ,
બળી ને ભસ્મ થયા સપનાઓ મારા જાણે હૈયે લાગી આગ,
તારી યાદમાં આંખમાં આંસુ ભરાઈ,
દીદી તારી યાદમાં આંખમાંથી આંસુ છલકાઈ,
ભૂલી ગયા હોઠ મારા મલકવાનું,
બસ તારી યાદમાં તો હૈયાનું સરોવર છલકાઈ,
તારા વિના ફૂલડાં મૂંઝાઈ,
સ્નેહના જળ વિના આ કળીઓ કરમાઈ,
ભમરાના જુઠા મોહમાં ભરમાઈ,
તારા સ્નેહની અમે કેવી રીતે કરશું ભરપાઈ ?
